02822 - 240150

Nazar Baug, Bhadiyad Road, Morbi-2 (Guj.) INDIA

triangle
About Us

About Trust

       સ્થૂલ ભૌગોલિક દ્ર્ષ્ટીએ સૌરાષ્ટ્ર – ગુજરાતમા મોરબીનુ સ્થાન ગમે તે કક્ષાનુ હોય, પરંતુ શૈક્ષિણીક અને સાસ્કૃતિક દ્ર્ષ્ટીએ મોરબી પ્રથમથી જ અગ્ર્ગણ્ય રહયુ છે. આ સિધિનો યશ જેમ એક બાજુએ મોરબીના સંસ્કાર વત્સલ રાજકુટુંબને ફાળે જાય છે. તેમ બીજી બાજુએ, યોગ્યે રીતે જ, મોરબીના પ્રગતિશીલ પ્રજાજનો પણ એ યશના અધિકારી છે.

       મોરબીમા તેમજ મુબઈ વગેરે બહાર વસતા કેટલાક શિક્ષણ પ્રેમી ભાઈઓને હૈયે એક શુભ અને સાત્વિક ભાવના પ્રગટી, મોરબીને આંગણે ઉચ્ચ  શિક્ષણની કોલેજો શરુ કરવાની, મોરબીમા સમગ્ર સૌરાષ્ટ્રમા અધપિ પર્યત અદ્વિતીય એવી શ્રી લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ તો હતી જ, પરંતુ આર્ટસ, સાયન્સ, કોમર્સ, વગેરે વિધાશાખાના ઉચ્ચ અભ્યાસ માટે મોરબીના યુવક – યુવતીઓને કા તો બહારગામ જવુ પડતુ, કા તો અભ્યાસની ઇચ્છાને મુકવી પડતી . મધ્યમ વર્ગના મા – બાપોને બહારગામ પોતાના સંતાનોને મોકલવા આર્થિક  દ્ર્ષ્ટીએ પોસાતા નહી અને ખાસ કરીને બહેનો માટે તો ઉચ્ચ શિક્ષણનો કોઈ અવકાશ જ રહેતો નહી. આ સર્વ પરિસ્થિતિ ને લક્ષમા લઈને પેલા સસ્કારી સજ્જનોએ ૧૯૫૯ મા મુંબઈ મુકામે ‘ શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી ‘ ની સ્થાપના કરી અને તે સોસાયટીને રજિસ્ટર પણ કરાવી. પરંતુ માત્ર ઔપચારિક સ્થાપનાથી અટકી જાય એવા અલ્પ સંતોષી તેઓ ન્હોતા. તેમના અતરમા તો મોરબીને આગણે  àª‰àªšà«àªš  શિક્ષણની અનેક સંસ્થાઓનુ એક સુભવ્ય ‘ સારસ્વત – ક્ષેત્રે’ (Campus) સ્થાપવાની યોજનાઓ રમતી હતી અને એ યોજનાને આકાર આપવાના નમ્ર આરંભ તરીકે તેમણે આ સોસાયટીને ઉપક્રમે જુન ૧૯૬૦થી એક આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ શરુ કરી.

         ‘જેવી ભાવના તેવી સિધ્ધિ’ એ એક સનાતન સુભાષિત છે. શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીનાસૂત્રધારોએ પેલી ભવ્ય ભાવનાને હજુ તો વ્યકત જ કરી હતી ત્યા તો તેને સિધ્ધિ કરવાની યોજનાઓ વિધિએ શરુ કરી દીધીઃ સ્વ. ઉમિયાશંકર નાનચંદ મહેતાના ધર્મપત્ની ગ. સ્વ. કાશી બહેને પોતાના પતિના શુભનામ સાથે સાકળતી આર્ટ્સ કોલેજ માટે લગભગ રુ. દોઢ લાખના દાનથી પવિત્ર પ્રારંભ કર્યૉ. મોરબીના મહારાણીશ્રી કેસરકુવરબા સાહેબે પોતાના ‘સુપુત્ર મહારાજાશ્રી મહેન્દ્રીસહજીના શુભનામ સાથે સાકળતી સાયન્સ કોલેજ માટે રુ. ચાર લાખના દાનથી સોસાયટીની પ્રવ્રુતિઓને વેગ આપ્યો. તે વખતેની દ્વિભાવી મુંબઈ રાજય સરકારે નઝરબાગ સટેશન પાસેનો ૧૨ એકર જમીનનો પ્લોટ કોલેજના મકાનો વગેરે માટે સોસાયટીએ ‘મહારાજાશ્રી મહેન્દ્રીસહજી સાયન્સ કોલેજ અને શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ’ શરુ કરી, જેને ગુજરાત યુનિવર્સિટીએ તરત જોડાણ આપ્યુ.

       આમ છતા, સોસાયટીની પ્રથમ કોલેજની સ્થાપનાશ્રી ગણેશનો યશ તો ગિરધર ભાઈ દફતરીને ફાળે જાય છે. તેમણે જે અવિરિત શ્રમ, અવિચળ શ્રધ્ધા અને અપૂર્વ નિષ્ઠાથી સ્વ. યુ. એન. મહેતા ટ્રસ્ટમા થી રુ. ૧,૪૦,૦૦૦/- આર્ટસ કોલેજ માટે મેળવી આપ્યા, તેણે સોસાયટીની શૈક્ષણિક યોજનાઓને આકાર આપવામા ધણીજ મદદ કરી છે, આ પ્રથમ દાન સોસાયટીને એમના જેવા એક પવિત્ર પુરુષના પુરુષાર્થને પરિણામે એવી કોઈક મગલ અને ધન્ય ક્ષણે મળ્યુ હોય એમ જણાય છે કે ત્યાર પછી સોસાયટીને એમના જેવા એક પવિત્રપુરુષના પુરુષાર્થને પરિણામે એવી કોઈ મગલ અને ધન્ય ક્ષણે મળ્યુ હોય એમ જણાય છે કે ત્યાર પછી સોસાયટીને અન્ય શૈક્ષણિક યોજનાઓ માટે ઉતરોતર દાન મળતા જ રહયા છે અને નાણાકીય મુશ્કેલીઓ ઉભી થઈ છતા સોસાયટીના કામ કદિયે અટકી પડયા નથી.

       કોલેજ – અધ્યાપનો અનેક વર્ષોનો અનુભવ ધરાવનાર શ્રી વસંતભાઈ ઉપાધ્યાય તથા શ્રી જયાનદભાઈ દવેની સેવાનો લાભ, અનુક્રમે, કોલેજના આચાર્ય તથા ઉપાચાર્ય તરીકે કોલેજને મળ્યો તે પણ આ પ્રવ્રુતિઓનુ એક સુચિહન હતુ.

       ઉપર્યુકત આર્ટસ અને સાયન્સ કોલેજ શરુ થઈ ત્યારે તેમા ઈન્તર સાયન્સ સુધીના વર્ગોની વ્યવસ્થા હતી. પણ બીજા જ વર્ષથી એટલે કે જુન ૧૯૬૩થી આર્ટસ વિભાગને ડીગ્રી કક્ષાએ પહોચાડીને બી. એ. ના વર્ગો શરુ કરવામા આવ્યા. બીજી બાજુ કન્યા શિક્ષણનો પ્રસ્ન પણ સોસાયટીના સંચાલકો વિચારી રહયા હતા, અને એનુ મૂતૂસ્વરુપ તે જુન ૧૯૬૧ થી શરુ થયેલી. ‘શ્રી સર્વોદય ગલ્સ હાઈસ્કૂલ’. યુનિવર્સિટીએ મૂકેલી શરતો અનુસાર કોલેજમા લેબોરેટરીઓ અને લાય્બ્રેરીને પણ પૂરતા સાધન સામગ્રી તથા પુસ્તકો વડે સુસજજ બનાવવામા આવી હતી. માર્ચ ૧૯૬૦ મા જેનો શિલા રોપણવિધિ માનનીય શ્રી રસિકભાઈ પરીખના પ્રમુખપદે મોરબીના બાળમહારાજા શ્રી મયુરધ્વજસિહજીના હસ્તે થયો હતો તે સાયન્સ કોલેજના મકાનનુ ઉદ્ધધાટન જુન ૧૯૬૧ મા માનનીયશ્રી મોરારજીભાઈ દેસાઈને હસ્તે થયુ. ૧૯૬૧મા લગભગ રુપિયા પાંચ લાખની કિમતનુ આ આલિશાન અને ભવ્ય મકાન મોરબીમા સ્થાપત્ય અને મકાન બાધકામનો એક અજોડ નમૂના તરીકે આકર્ષી રહે છે.

       આર્ટસ અને સાયન્સ એ બે વિધાશાખાઓના શિક્ષણની સુવિધા કર્યા પછી સોસાયટી વાણિજયની વિધાશાખા માટે વિચારી રહી ત્યાજ મોરબીના મુંબઈ નિવાસી સસ્કાર – સેવક શ્રી જમનાદાસભાઈ શેઠે પોતાના ધર્મપત્ની અ.સૌ. ગુલાબરહેનના શુભનામને સાકળતી કોમર્સ કોલેજ જુન ૧૯૬૨ થી શરુ કરવા માટે રુ. સવા લાખનુ દાન આપ્યુ, એટલે મૂળ આર્ટસ અને સાયન્સ      કોલેજની આર્ટસ – વિધાશાખાને આ નવી કોમર્સ વિધા શાખા સાથે સયુકત કરીને જુન ૧૯૬૨ થી ‘મહારાજા શ્રી મહેન્દ્રસિહજી સાયન્સ કોલેજ ’ અને ‘ શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજ એન્ડ

‘ શ્રી મતી ગુલાબ જમનાદાસ શેઠ કોમર્સ કોલેજ ‘ એમ બે સ્વતત્ર કોલેજોને સમાન્તરે વ્યવસ્થિત કરી. આ દરમ્યાન આચાર્યશ્રી વસંતભઈ ઉપાધ્યાયે રાજીનામુ આપતા, ઉપાચાર્યશ્રી જયાનદભાઈ દવેની નિમણૂક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય તરીકે કરવામા આવી અને સાયન્સ કોલેજ માટે શ્રી પ્રસન્નકુમાર જાનીને આચાર્ય તરીકે નવેસર થી નીમવામા આવ્યા.

       સાયન્સ કોલેજના મકાનની એક બાજુએ કોમર્સનુ અને બીજી બાજુએ આર્ટ્સ્નુ એમ બે સુંદર અને ઘાટીલા મકાનો થી ત્રણે કોલેજો સુયોગ્ય પ્રગતી સાધી રહી છે. હાલ સરકારી મકાનમા ઈ.સ. થી ચાલી રહેલી એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ પણ કન્યા કેળવણીને ક્ષેત્રેસ્તુત્ય વિકાસ સાધી રહી છે.

       આ ઉપરાત ઉપરોક્ત કોલેજની બાજુમાજ શ્રી એન. જી. મહેતા હાઈસ્કૂલની શરુઆત જુન ૧૯૮૬ થી શરુ કરવામા આવેલ છે. શાળા ની શરુઆતમા ટાચ શૈક્ષણિક સાધનો તથા ફર્નિચર હોવા છતા આપણી સહયોગી સસ્થાઓ પાસેથી સાધનો અને  àª«àª°à«àª¨àª¿àªšàª° મેળવવાથી મુશ્કેલી દૂર થઈ. આ શાળા પાસે પૂરતા પ્રમાણમા શૈક્ષણિક સાધનો અને ફર્નિચર છે. હાલ શાળામા માધ્યમીક વિભાગના કુલ ૪ (ચાર) વર્ગો ચાલે છે અને શાળામા પૂર્ણ લાયકાત ધરાવતો શિક્ષક ગણે છે.

       મોરબી શહેરની મધ્યમા શ્રી રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ સપ્ટેમ્બર – ૧૯૮૧ થી સમાજના નબળા વર્ગના વિધાર્થીઓની મધ્યમિક શિક્ષણ મળી રહે તે હેતુથી શરુ કરવામા આવેલ છે. આ શાળા મોરબી શહેતના હાર્દ્સમા વિસ્તાર વસતા પ્લોટમા આવેલી છે. મોટાભાગના વિધાર્થીઓ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીને નિઃશુલ્ક શિક્ષણ આપી રહેલ છે.